VIDEO: ગણદેવી પાલિકાની ચૂંટણી માટે મેન્ડેટ મોડા પડતા કોંગ્રેસની આખી પેનલના ફોર્મ રદ, કાર્યકરોમાં રોષ
સોર્સ : GSTV
નવસારી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને નેતાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટ મોડા પડતા વોર્ડ નંબર 1ની આખી પેનલના ફોર્મ રદ થયા છે, જેના કારણે ભાજપ આ વોર્ડમાં બિનહરીફ વિજેતા બન્યું છે.
જિલ્લા પ્રમુખ અને તેમની ટીમની આ ભૂલને પગલે કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં અનેક બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. જીતની આશાએ બેઠેલા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળતા હવે નારાજ કાર્યકરોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ હાથ ધરી છે.

