VIDEO: Navsari માં 'કાસા ડે વિદા' પ્રોજેક્ટની સાઈટ પર GST વિભાગના દરોડા, મોટા ગજાના બિલ્ડરોમાં ફફડાટ
સોર્સ : GSTV
ચૂંટણીના માહોલ વચ્ચે નવસારીમાં જીએસટીના દરોડા પડ્યાં છે. કાસા ડે વિદા નામના પ્રોજેક્ટની સાઈટ પર જીએસટી વિભાગની ટીમ તપાસ શરૂ કરી છે. જીએસટી ચોરીના કેસમાં આ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે. આ દરોડાથી નવસારીના મોટા ગજાના બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

