VIDEO/ સરકારી જમીન પર ગેરકાયદે જીંગા તળાવો પર બુલડોઝર એક્શન યથાવત
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદેસર જીંગા તળાવો સામે તંત્રની કાર્યવાહી સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહી છે. અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ડિમોલિશન પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.
જોકે અરજદારોને પોતાની રજૂઆત કરવા તક આપવામાં આવતા આગામી સોમવારે મામલતદાર સમક્ષ સુનાવણી હાથ ધરાશે. તંત્ર દ્વારા 600 હેક્ટરથી વધુ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર તળાવો દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં 20થી 25 તળાવો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 11 તળાવો અત્યાર સુધી તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિકોનો દાવો છે કે આ તળાવો આશરે 500 પરિવારોના ગુજરાનનો મુખ્ય આધાર છે. જેના કારણે ડિમોલિશનને લઈને વિસ્તારમાં આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

