VIDEO/ નવસારી: બોરિયાચ ટોલનાકે સ્થાનિકોને મોટી રાહત, GJ-21 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ
સોર્સ : GSTV
નવસારીના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતના વિવાદમાં સ્થાનિકોને મોટી રાહત મળી છે. 1 મેથી ટોલ વસૂલાત શરૂ થતાં સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના વિરોધ અને રજૂઆત બાદ તંત્રે હાલ પૂરતી છૂટ આપવાનો નિર્ણય લીધો છે. જીજે-21 પાસિંગ ધરાવતા સ્થાનિક વાહનોને નિર્ધારિત લેનમાંથી પસાર થતાં ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહની કલેક્ટરને કરેલી રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. હાલ આ રાહત અમલમાં છે પરંતુ તે કાયમી કે અસ્થાયી તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

