Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Valakha for salary of workers of Rakshabandhan Tane Navsari

VIDEO: રક્ષાબંધન ટાણે નવસારીના શ્રમિકો પગાર માટે વલખાં

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર ટાણે 35થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓની કફોડી સ્થિતિ સામે આવી છે. જુલાઈમાં આવેલા ત્રણ પૂર બાદ શહેરને ફરી બેઠું કરવા ખડેપગે સેવા આપનારા કર્મચારીઓને છેલ્લા બે-ત્રણ મહિનાથી પગાર ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો છે. માઇનોર, ડ્રેનેજ, બાંધકામ, વોટર વર્ક્સ, ગાર્ડન, એન્જિનિયરિંગ અને દબાણ હટાવ સહિતના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પાલિકા કચેરીએ પહોંચી મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓએ તંત્ર પર ઓરમાયું વર્તન અને પગારમાં કપાત કરવાનો પણ આક્ષેપ કર્યો છે. રજૂઆત બાદ મેયરે એજન્સીઓની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી આગામી બે દિવસમાં તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવવાની ખાતરી આપી છે.

App Store