VIDEO: નવસારીમાં તાપમાન 41 ડિગ્રીને પાર, ચીકુ અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
સોર્સ : gstv
નવસારીમાં આકાશમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સીઝનમાં બીજી વાર તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. મે મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાતા કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યું છે.
બપોરના સમયે આકરા તાપ અને લૂના કારણે શહેરના મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા, જ્યારે લોકો ઠંડા પીણા અને એસી-કૂલરનો સહારો લેતા જોવા મળ્યા. અચાનક વધેલા તાપમાનથી ચીકુ અને કેરી જેવા પાકોના ઉત્પાદન પર સંકટ ઊભું થયું છે. કૃષિ નિષ્ણાતોએ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

