Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : MP CR Patil joins Ekta Padyatra to celebrate Sardar Vallabhbhai Patel's 150th birth anniversary

Navsari news: સાંસદ CR પાટીલ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં એકતા પદયાત્રામાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Navsari news: સાંસદ CR પાટીલ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં એકતા પદયાત્રામાં જોડાયા
સોર્સ : GSTV

Navsari news: આજે નવસારી જિલ્લામાં સાંસદ સીઆર પાટીલના બે કાર્યક્રમ યોજાયા હતા જેમાં તેઓ હાજર રહ્યા હતા, ભારતના લોહપુરુષ અને રાષ્ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે દેશભરમાં આયોજિત 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત આજરોજ નવસારી જિલ્લામાં એક ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ ગણદેવીમાં ઓવરબ્રિજનો ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજાયો હતો. 

App Store

નવસારી શહેરના ફુવારાથી શરૂ થયેલી આ પદયાત્રાનું સમાપન બીઆર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતી મંત્રી નરેશ પટેલ સહિતના મહાનુભાવોએ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ ઐતિહાસિક પદયાત્રામાં વિવિધ ક્ષેત્રના નાગરિકો સહભાગી થયા હતા, જેમાં અંદાજિત 150 સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, 50 કલાકારો, 250 'માય ભારત'ના સ્વયંસેવકો, 100 યોગ બોર્ડના સભ્યો, 500 શાળાના વિદ્યાર્થીઓ, 25 કોલેજના વિદ્યાર્થીઓ, 250 પોલીસ અને ફાયર ફાઇટરો, NCC કેડેટ્સ, 800 યુવાનો, 2000 નવસારી શહેર અને ગ્રામ વિસ્તારના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત યુવા સંગઠનોએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. સૌએ સરદાર સાહેબનાં જીવનમૂલ્યો, રાષ્ટ્રભક્તિ, અખંડ ભારતનું સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતાને દરેક સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સી. આર. પાટીલે સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું
પદયાત્રાના સમાપન પ્રસંગે જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રીશ્રી સી.આર. પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર, સાહસ અને દેશભક્તિમાંથી પ્રેરણા લઈને અખંડ ભારતના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે દેશની એકતા જાળવવા પોતાને સમર્પિત કરવા અને ગૌરવવંતા ઇતિહાસને યાદ રાખવા આહ્વાન કર્યું હતું

મંત્રી સી. આર. પાટીલે પદયાત્રાના સમાપન પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સરદાર પટેલે 500 જેટલા રજવાડાઓને 24 કલાકમાં જોડ્યા, પણ પંડિત જવાહરલાલ નહેરુ જમ્મુ કાશ્મીર જોડી ન શક્યા. કાશ્મીર જોડી ન શકવાને કારણે આજે પણ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જે આપણા દિલમાં ખૂંચે છે, આપણા મનમાં પણ ખટકે છે."

જો કે, તેમણે ઉમેર્યું હતું કે, "જે થયું તે થયું, પણ આજે ફરીથી ભારત સાથે કાશ્મીરને જોડવાના ચેલેન્જીસ અલગ છે. 370ની કલમ રદ્દ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કચાસ રહી છે, એને પુરી કરવાનો પ્રયાસ કર્યો છે. સંપૂર્ણ સફળતા હજી બાકી છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતની યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોક્કસ પુરી કરશે એવો દેશને વિશ્વાસ છે.

ગણદેવી તાલુકાના બિલીમોરા ગામના એરૂ ચાર રસ્તાના હાંસાપોર અબ્રામા અમલસાડ બિલીમોરા રોડ ખાતે રૂ. 50 કરોડના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજના નિર્માણ કાર્ય તથા અમલસાડ સરીબુજરંગ છાપર મેંધર રોડ ઉપર કિ.મી. 4/2 થી 4/4માં નવા બોક્ષ કલ્વર્ટનાં કામનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ બ્રિજથી રોજિંદી અવરજવર સરળ બનશે, રોજગારની તકો વધશે તેમજ વિસ્તારના એકંદર વિકાસને ગતિ મળશે.

આ બ્રિજ બિલીમોરા અને આસપાસના વિસ્તારોને નવી ઝડપ, નવી સુવિધાઓ અને વિકાસના નવા અવસરોથી જોડશે. બિલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે. આ સાથે તેમણે આવનાર સમયમાં કોસ્ટલ રોડના કામો શરૂ થશે જે આ વિસ્તારના નાગરીકોના વિકાસમા મહત્વનો સાબિત થશે એમ ઉમેર્યું હતુ

 એરૂ ચાર રસ્તા, હાંસાપો૨, અબ્રામા, અમલસાડ રોડ કિ.મી. 4/8 થી 26/0 નવસારી શહેરને એરૂ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલ્તાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર, અંચેલી, મોહનપુર, વેડછા, સરીખુરદ, સરીબુજરંગ, છાપર, રાંભલ, ભાઠા તેમજ અન્ય દરિયાકાંઠે વસેલા ગામોને બિલીમોરા શહેર થઈ વાઘરેચ ધોલાઈ થઈ વલસાડ જિલ્લાને જોડતો અતિમહત્વનો કોસ્ટલ હાઈવે છે. જેને કારણે આ રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ખુબ જ રહે છે. આ રસ્તા ઉપર બિલીમોરા શહેર અને ભાઠા ગામની વચ્ચે અંબિકા નદી ઉપર સને 1971-72માં બનેલા હયાત આશરે 400.00 મીટર લાંબો મેજર બ્રિજ છે.

આ રસ્તાની ડામરની પહોળાઈ 10.00 મીટર છે અને બ્રિજની બહારથી બહાર પહોળાઈ માત્ર 7.00 મીટર જ હોય, પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. વધુમાં અંબિકા નદીમાં દર વર્ષે બેથી ત્રણ વાર ભંયકર પૂરની પરિસ્થિતી સર્જાય હતી. જેને કારણે આ બ્રિજનાં પિલ્લર અને સ્લેબને નુકસાન થયુ હતું તથા સળિયા પણ ખુલ્લા પડી ગયા હતા. આમ, નવો હાઈ લેવલ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ જશે ચોમાસા દરમ્યાન વાહનવ્યવહાર માટે રસ્તો ચાલુ રહેતા નાગરિકોને સુવિધા મળશે.