VIDEO: ગુજરાત કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીના કુપોષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર પર આકરા પ્રહારો
VIDEO: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં કુપોષણ, બેરોજદારી અને ભ્રષ્ટાચારને લઈ સરકાર પર વાક્ પ્રહાર કર્યા હતા. તેમને જણાવ્યું કે, સરકાર વાતો જીતશે ગુજરાત જીતશે કહે છે, પણ 5646 શાળામાં મેદાન નથી – તો ક્યારે રમશે ગુજરાત?”. નલ સે જલ યોજનામાં 433 કરોડનો ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું છે.
જ્યારે એકલા દાહોદ જિલ્લાના 80 ગામડાઓમાં ભ્રષ્ટાચારની અસર જોવા મળી છે. જંગલ જમીન કાયદામાં વંચિતોને યોગ્ય જમીન ન મળી હોવાનો તુષાર ચૌધરીએ દાવો કર્યો હતો. ગુજરાત સરકાર કુપોષણ ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્યના 3 કરોડ 65 લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે. જેથી ગુજરાતમાં ગરીબી સતત વધી રહી છે. શાળાઓમાં રમતગમતની સુવિધા શૂન્ય છે. 5646 શાળાઓમાં રમતના મેદાન નથી. ઉપરાંત સાબરકાંઠામાં 5 સ્ટાફ નર્સની જાહેરાત પર હજારો અરજીઓ આવી છે. જેથી ગુજરાતમાં કેટલી બેરોજગારી છે તે સામે આવ્યું છે. BA, BCom વિદ્યાર્થીઓને નોકરી મળશે કે કેમ? કહીં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો. સરકાર વાતો કરે છે,પરંતુ કોઈ નક્કર પગલાં લેતી નથી.

