VIDEO: નવસારી જિલ્લામાં પારો 41 ડિગ્રીને પાર, જાહેર માર્ગો સૂમસામ ભાસ્યા
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. આકાશમાંથી વરસી રહેલી અગન જ્વાળાઓને કારણે સમગ્ર જિલ્લો અત્યારે 'હોટ ચેમ્બર'માં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
પવનની ગતિ નહિવત રહેતા લૂ ફેંકાઈ રહી છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.ગઈકાલે તાપમાન 41.5 ડિગ્રી નોંધાયા બાદ આજે પારો વધુ ઉંચકાયો છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

