Navsari: ACBની મોટી કાર્યવાહી, નિવૃત્ત સહાયક ભૂતત્વશાસ્ત્રી અપ્રમાણસર મિલ્કતના કેસમાં ઝડપાયો

નવસારી એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી હાથ ધરીને ખાણ અને ખનીજ વિભાગના એક ભૂતપૂર્વ અધિકારીને અપ્રમાણસર મિલ્કતના કેસમાં ઝડપી પાડ્યા છે. નવસારી ACB એ તત્કાલીન મદદનીશ ભૂતત્વશાસ્ત્રી અને હાલ નિવૃત્ત થયેલા સંદીપ મધુકર ખોપકર (GIS-2, ખાણ ખનીજ વિભાગ) વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સંદીપ ખોપકરે વર્ષ 2009 થી 2018ના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે મોટી સંપત્તિ એકઠી કરી હતી. તેની પાસે કુલ 1,02,46,949 અપ્રમાણસર મિલકલ મળી છે જે, તેમની કાયદેસર આવકની સરખામણીએ આ સંપત્તિ 62.13% જેટલી વધારે છે. સંદીપ મધુકર ખોપકરએ સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા હતા અને તે નાણાંનો ઉપયોગ મિલ્કત તથા અન્ય રોકાણ કરવામાં કર્યો હતો. આ મામલે પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

