Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Father killed relative's son in Chikhli of Navsari, ex-wife injured

VIDEO: નવસારીના ચીખલીમાં પિતાએ કરી સગા પુત્રની હત્યા, પૂર્વ પત્ની ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીના ચીખલીના અંબાચ ગામે કૌટુંબિક ઝઘડામાં આવેશમાં આવેલા પિતાએ પોતાના જ સગા યુવાન પુત્રને ચપ્પુના ઘા ઝીંકીને  મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ  હુમલામાં હત્યારા શખ્સે પોતાની પૂર્વ પત્ની અને પોતાના જ વૃદ્ધ પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી પિતા એક મહિના અગાઉ જ પૂર્વ પત્ની અને પુત્ર સાથે ફરીથી રહેવા માટે આવ્યો હતો. આઘાતજનક ઘટના બાદ ફરાર થઈ ગયેલા નશાખોર કે ઉશ્કેરાયેલા પિતાને ચીખલી પોલીસે સઘન તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

App Store