VIDEO: નવસારીના પૂરગ્રસ્તો માટે સી.આર.પાટીલની રાહત પેકેજની જાહેરાત
સોર્સ : gstv
નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન બદલ રૂ.6,800ની સહાય આપવામાં આવશે, જેમાંથી રૂ.1,800ની રકમ તાત્કાલિક ચૂકવાશે. પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ રૂ.37,500 અને બકરી દીઠ રૂ.22,000ની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓ સાંભળી અને અનાજની કિટોનું વિતરણ કર્યું. તેમણે અધિકારીઓને રાહત અને પુનર્વસનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. સાથે જ સુરતની તર્જ પર નવસારી અને વલસાડ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ ખાતરી આપી.

