Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Cooking gas supply has been cut off

Navsariમાં ગેસ લાઈન લીક થતા 100થી વધુ ઘરોના રાંધણ ગેસ 12 દિવસથી બંધ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Navsariમાં ગેસ લાઈન લીક થતા 100થી વધુ ઘરોના રાંધણ ગેસ 12 દિવસથી બંધ
સોર્સ : GSTV

Navsari News: નવસારીમાં ગેસ લાઈન લીકેજ થતાં અઢળક ઘરોના ચૂલા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામેથી આ ઘટના સામે આવી રહી છે. જેમાં  અંચેલી પૂર્વમાં ગેસ લાઇનમાં લીકેજને કારણે 100થી વધુ ઘરના રાંધણ ગેસ 12 દિવસથી બંધ છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, અંચેલી-મોહનપુર તરફ વીજ કંપની દ્વારા અન્ડરગ્રાઉન નવી વીજલાઇન નાખવાની કામગરી કરવામાં આવી હતી. જમીનમાં નાંખેલ ગેસ પાઇપ લાઈનમાં ક્યાંક લીકેજ થઈ હતી. ગેસ પાઇપ લાઈનમાં લીકેજ થતાં પાણી ભરાવાના કારણે ગેસ દરેકના ઘરે પહોંચી શકતો નથી. ગેસ કંપનીના માણસો દરરોજ લાઈન મરામત માટે આવે તો છે પરંતુ ફોલ્ટ મળતો નથી. બાર દિવસથી 100 ઘરના લોકોને તકલીફ પડી રહી છે. ગેસ લાઇન ન ચાલતા ચૂલા ઉપર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે.