VIDEO: શાળામાં કાદવથી મંદીરમાં ભણતા બાળકો
તાજેતરમાં નવસારીના વિજલપોર વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા બાદ એક એવી તસવીર સામે આવી છે જેણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ૭૦ વર્ષ જૂની ઐતિહાસિક પ્રાથમિક શાળા આજે કાદવ અને ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે બાળકોનું ભણતર ભગવાન ભરોસે થઈ ગયું છે. પૂરના પાણી ઓસર્યા પછી શાળાના ક્લાસરૂમથી લઈને મેદાન સુધી ચારેબાજુ કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે, તો બાળકો ત્યાં અભ્યાસ કેવી રીતે કરશે તે મોટો સવાલ છે.. પાલિકા દ્વારા સ્ટાફની અછતનું બહાનું કાઢીને સફાઈમાં વિલંબ કરવામાં આવ્યો છે.. પરિણામે માસૂમ બાળકોના શિક્ષણના અધિકારનું હનન થઈ રહ્યુ છે.આ સ્થિતિમાં બાળકોના ભણતરને બચાવવા માટે બાજુનું મંદિર વહારે આવ્યું. વહેલી સવારે મંદિરમાં બેસીને અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો વહીવટી તંત્રના ‘ભણશે ગુજરાત’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ જેવા દાવાઓની પોલ ખોલી રહ્યા છે.

