VIDEO:શાળામાં 11 ક્રોમબુક ચોરીનો ભેદ ઉકેલાયો!
સોર્સ : gstv
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી હિન્દી શાળા નંબર-1 માં વેકેશન દરમિયાન થયેલી 11 ક્રોમબુકની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગોમતીપુરમાંથી ઝડપાયેલા વિક્રમ ઉર્ફે વિક્કી ચુનારાના કબજામાંથી અંદાજે 1.54 લાખ રૂપિયાના 11 ક્રોમબુક અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ બે સાગરિતો સાથે મળી શાળાનું તાળું તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલ આરોપી અને મુદ્દામાલ ઓઢવ પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ફરાર અન્ય સાગરિતોની શોધખોળ સહિત વધુ તપાસ ચાલુ છે.

