VIDEO: બીલીમોરામાં કાવેરી નદીમાં પૂર, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન
સોર્સ : gstv
બીલીમોરા શહેર નજીકથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી વટાવી 24 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દેસરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીના વધતા જળસ્તરને પગલે બીલીમોરામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને રાહત-બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા માટે અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

