Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : After the devastation in Navsari, C.R. Patil's big statement! Strict orders were given to the administration after visiting the flood-affected areas!

VIDEO: નવસારીમાં તબાહી બાદ સી.આર. પાટીલનું મોટું નિવેદન! પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વહીવટી તંત્રને આપ્યા સખત આદેશો!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓ જાણી હતી અને વહીવટી તંત્ર સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

App Store

"સવારથી જ પ્રભાવિત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવાયો"

પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે: "અતિભારે વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સવારથી જ અમે પૂરથી પ્રભાવિત અલગ-અલગ ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. લોકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેની માહિતી મેળવીને ઝડપી રાહત પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે."

નાયબ મુખ્યમંત્રી અને કલેક્ટર કચેરી સાથે બેઠક

કેન્દ્રીય મંત્રીએ આગળ માહિતી આપતાં જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટી તંત્ર સાથે નુકસાનીના આંકડા અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે, "ભારે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે અમે નાયબ મુખ્યમંત્રી (DCM) અને કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ક્યાં કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ મેળવીને જરૂરી તમામ સહાય તાત્કાલિક પહોંચાડવા માટે સૂચના આપી દેવામાં આવી છે."  પૂરના પાણી ઓસર્યા બાદ પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ કામગીરી અને આરોગ્ય વિષયક પગલાં ઝડપથી લેવામાં આવે તે માટે પણ સ્થાનિક તંત્રને સક્રિય કરી દેવામાં આવ્યું છે.