Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : After the devastation of the flood in Navsari, Harsh Sanghvi and c. R. Patil reviewed the situation!

VIDEO: નવસારીમાં પૂરની તારાજી બાદ હર્ષ સંઘવી અને સી. આર. પાટીલે લીધી સ્થિતિની સમીક્ષા!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી જિલ્લામાં સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર. પાટીલ નવસારી દોડી આવ્યા છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં પૂરથી પ્રભાવિત ૫૦ હજારથી વધુ નાગરિકો સુધી ઝડપી રાહત સહાય પહોંચાડવા અંગે ગહન મંત્રણા હાથ ધરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તારાજી ભોગવનાર નવસારી જિલ્લામાં પૂર બાદ રોગચાળો અટકાવવા અને આર્થિક સહાય પૂરી પાડવા જેવા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં વ્યાપક પાક નુકસાની વેઠનારા ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકારે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અસરગ્રસ્તોનું જનજીવન ઝડપથી પૂર્વવત બને તે માટે વહીવટી તંત્રને તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News