VIDEO: નવસારીના બીલીમોરામાં ફ્રૂટ વેચનાર શાતિર તસ્કર લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયો
સોર્સ : gstv
નવસારીના બિલીમોરામાં દિવસે ફ્રૂટની રેકડીની આડમાં રેકી અને રાતે ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.. એલસીબીની ટીમે બાતમીના આધારે બીલીમોરા-દેવસર રોડ પરથી અરીફુદ્દીન ઉર્ફે અરીફ સૈયદ નામના રીઢા ચોરને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્પ્લેન્ડર બાઇક સાથે ઝડપી લીધો હતો. આરોપીની કડક પૂછપરછ દરમિયાન દિવસે રેકી અને રાતે બાઈક લઈને ચોરી કરવા જતા હોવાનો ખુલાસો થયો છે તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી આશરે 8.56 લાખની કિંમતની સોનાની ત્રણ લગડી, 50 હજાર રૂપિયા રોકડા, 80 હજારનો મોબાઇલ ફોન અને ચોરીની બાઇક સહિત કુલ 10.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

