VIDEO: નવસારીના વિજલપોરમાં 50 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ, રહીશોએ સામાન સલામત સ્થળે ખસેડ્યું
સોર્સ : gstv
નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂનું અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ સર્જાયો છે. એપાર્ટમેન્ટના 24 ફ્લેટમાં રહેતા પરિવારોએ સુરક્ષાના પગલાંરૂપે પોતાનો સામાન સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વર્ષો જૂની એપાર્ટમેન્ટને લઈને મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

