Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : In Navsari, 4 to 5 lorries collided with 4 to 5 lorries near Sharbatia lake due to falling trees.

VIDEO: નવસારીમાં વૃક્ષ ધરાશાયી થતા શરબતિયા તળાવ નજીક ૪ થી ૫ લારીઓ ચગદાતાં મોટું નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા શરબતિયા તળાવ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષ નીચે કડડભૂસ થઈને પડતાં ત્યાં પાર્ક કરેલી ૪ થી ૫ ખાણી-પીણીની લારીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાના કારણે વૃક્ષનો મોટો ભાગ વીજ વાયરો પર પડતાં આસપાસની સોસાયટીઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પાલિકાની ટીમે રસ્તા પર પડેલા તોતિંગ વૃક્ષને કાપીને દૂર કરવાની તેમજ વાહનવ્યવહાર અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરી છે.

App Store