VIDEO: સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણ બાબતે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે તંગદિલી સર્જાઈ.
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનનો વિવાદ સમાધાન બાદ વધુ ઉગ્ર બન્યો છે...આજે હલગામ અને પાડી ગામના આશરે ૮૦ જેટલા ખેડૂતો ઉમરપાડાના વડપાડા રેન્જમાં જમીન ખેડવા હળ અને લાકડાં લઈને પહોંચ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવતા બંને પક્ષો વચ્ચે તું-તું મેં-મેં જેવી સ્થિતિ સર્જાઈ અને મામલો ગરમાયો હતો. અગાઉ ૨૫ દિવસના ધરણા બાદ પણ પ્રશ્ન ઉકેલાયો નથી અને ૨૬ માં દિવસે પણ પરિસ્થિતિ જૈસે થે જેવી છે. ગત ૧ સપ્ટેમ્બરે નાલ ગામના ખેડૂતોને પણ અટકાવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ૯૦ દિવસ પછી ખેડાણ કરવાનું જણાવાતા વર્ષોથી હક માટે લડતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ખેડૂતોના અધિકારો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

