VIDEO: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન વિવાદનો છઠ્ઠો દિવસ
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન વિવાદનો છઠ્ઠો દિવસ છે..જેમાં આદિવાસીઓનું અહિંસક ધરણા પ્રદર્શન યથાવત રહ્યું છે અને આ જમીન મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. આંદોલનના ભાગરૂપે ડેડીયાપાડાના પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા અને ભાજપ આગેવાન શંકર વસાવા સહિત અનેક નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આદિવાસીઓ સાથે ધરણા પર બેસી સરકારમાં રજુઆત કરવાની બાહેદારી આપી હતી. જંગલ જમીન ખેડાણ પર આદિવાસી ખેડૂતો સંપૂર્ણ મક્કમ છે અને જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. આ પ્રદર્શનને સમર્થન આપવા માટેશુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને અનંત પટેલ સહિતના કોંગી આગેવાનો પણ આદિવાસી ખેડૂતોને મળવા માટે આવવાના છે.

