VIDEO: નર્મદાના ચોપડવાવ ડેમમાં જળસપાટી વધતા હાઈ એલર્ટ જાહેર, હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપીલ
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમની જળસપાટી સતત વધી રહી છે, જેના પગલે વેર-2 યોજના વિભાગે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી હાઈ એલર્ટ અંગે જાણ કરી છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ડેમની સપાટી ૧૮૬.૯૧ મીટર નોંધાઈ હતી, જે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટીના ૯૦ ટકાથી વધુ હોવાથી હાઈ એલર્ટ સ્ટેજમાં મૂકાયો છે. ભારે વરસાદના કારણે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે, જેનું પાણી ઉકાઈ જળાશયમાં જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ હેઠવાસના સીમામલી, ભવરીસાવર, કેલ, પાટ અને પાંચપીપરી સહિતના સંભવિત અસરગ્રસ્ત ગામોના રહેવાસીઓને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

