VIDEO: નર્મદા: આદિવાસી પ્રસુતાને દોઢ કિમી ઝોળીમાં લઈને નદી પાર કરી
સોર્સ : gstv
નર્મદાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ કંઝાલ ગામમાં પ્રસૂતિની પીડા ઉપડતાં આદિવાસી મહિલા જવનીબેન વસાવાને ગામલોકોએ ઝોળી બનાવીને લઈ જવી પડી. ૨૦થી ૨૫ લોકોએ તેમને દોઢ કિલોમીટર ચાલીને ટૂંકનર નદીના ૩૦૦ મીટર પાણી પાર કરી મુખ્ય માર્ગ સુધી લઈ આવ્યા હતા. ત્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.કંઝાલ ગામ ડેડિયાપાડાથી ૩૫-૪૦ કિમી દૂર ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. અહીં રસ્તા, વાહન વ્યવહાર અને આરોગ્ય સુવિધાઓની ભારે અછત છે. આ ઘટનાએ આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ફરી ઉજાગર કર્યો છે.

