VIDEO: 'સરકાર મંત્રીઓ મોકલી બાંહેધરી અપાવે છે અને બીજા દિવસે જંગલ ખાતું ખેડૂતોને રોકે છે', ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહ યોજાયો
સોર્સ : gstv
સાગબારા તાલુકાના બાર ગામના આદિવાસી ખેડૂતોને જંગલ જમીન મુદ્દે આજે તા. ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ખોપી કરતલ ફાટક પાસે પુનઃ વન અધિકાર સત્યાગ્રહ જાહેર સભાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા, ધારાસભ્ય અનંત પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારની નીતિઓની ઝાટકણી કાઢી હતી.
વર્ષાબેન વસાવાની આક્રમક રજૂઆત
ખોપીના જંગલ જમીન આંદોલન મુદ્દે શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ આક્રમક રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા જેલમાં છે પણ આદિવાસીઓ એકલા નથી. સરકાર મંત્રીઓ મોકલી બાંહેધરી અપાવે છે અને બીજા દિવસે જંગલ ખાતું ખેડૂતોને રોકે છે. છેલ્લા ૨ મહિનાથી ૧૨ ગામોના આદિવાસીઓ ખેતી વિના હેરાન રહ્યા હોવાનો પણ તેઓએ આરોપ મૂક્યો હતો.

