VIDEO: સાગબારા જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ PMને પત્ર લખ્યો
સોર્સ : gstv
નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ સાગબારા જંગલ જમીન મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. સાંસદે પત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી. પત્રમાં ચૈતર વસાવા અને ગણેશ વસાવા દ્વારા 400થી 500 એકર જમીન પર ગેરકાયદેસર ખેડાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરી તેને રોકવાની માંગ કરવામાં આવી છે. સાથે જ જંગલ વિસ્તારમાં વૃક્ષો કાપીને વાવેતર અને વૃક્ષારોપણના કામમાં કથિત ગેરરીતિ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આરએફઓની સારી રેન્જમાં બદલી માટે 30 લાખ રૂપિયા આપવા પડતા હોવાના આક્ષેપની પણ તપાસની માંગ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

