Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Sagabara: Tribal farmers' sit-in continues for 11th day

VIDEO: સાગબારા: 11માં દિવસે પણ આદિવાસી ખેડૂતોના ધરણા યથાવત

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસી ખેડૂતોના ધરણા આજે 11મા દિવસે પણ યથાવત રહ્યા. સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખે ખેડૂતોને સમર્થન આપતા જણાવ્યું કે 12 ગામોના લોકોની હકની માંગ યોગ્ય છે. 2002થી જમીન ખેડતા ખેડૂતોને હક મળવો જોઈએ અને વનઅધિકારની જોગવાઈ મુજબ તેમને અટકાવી શકાય નહીં. તેમણે ઉમરપાડાના ખેડૂતોને એકતા જાળવવાની સલાહ આપી. પેન્ડિંગ ઠરાવોનો નિકાલ થાય તો વિવાદ ટાળી શકાય. હક ન મળે ત્યાં સુધી અહિંસક લડત ચાલુ રાખવાની ચીમકી આપી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News