VIDEO: સાગબારા-ઉમરપાડા જમીન મુદ્દે રાજકીય ગરમાવો
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે ચાલી રહેલા જંગલ જમીનના મુદ્દે ફરી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. આ દરમિયાન બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું કે સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોનો પ્રશ્ન સંવેદનશીલ છે અને ઉકેલ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આવવો જોઈએ.

