Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Narmada forest land dispute: BJP MLA's controversial statement on district president Neil Rao

VIDEO: નર્મદા જંગલ જમીન વિવાદ: ભાજપના ધારાસભ્યનુ જિલ્લા પ્રમુખ નીલ રાવ પર વિવાદિત નિવેદન

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદાના સાગબારામાં વન વિભાગ દ્વારા જંગલની જમીનનું ખેડાણ રોકવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે, જેના લીધે ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ વચ્ચેનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં ધારાસભ્યએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. નીલ રાવ પર કટાક્ષ કરતા દર્શનાબેને સ્પષ્ટ જણાવ્યું કે આ આદિવાસી વિસ્તાર છે અને અહીંના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિઓ જ હલ કરી શકે છે. આદિવાસીઓની માનસિકતા અને પીડા સમજવા માટે વ્યક્તિનું આદિવાસી હોવું જરૂરી છે, જેથી આ સંગઠનનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ બાબતે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. દર્શનાબેને ઉમેર્યું કે આ વિસ્તાર સાંસદનો હોવાથી અને તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવાથી, તેઓ જ આદિવાસીઓને ન્યાય અપાવી સુખદ નિરાકરણ લાવશે.

App Store