Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Narmada: Farmers' sit-in in front of Vapi-Shamlaji highway, fear of agitation due to low compensation for acquired land

VIDEO: નર્મદા: વાપી-શામળાજી હાઈવે સામે ખેડૂતોના ધરણા, સંપાદિત જમીનનું ઓછું વળતર મળતા આંદોલનની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લામાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઈવે પ્રોજેક્ટ સામે વડિયા, વાવડી, જીતનગર અને બોરિદ્રા ગામના ખેડૂતોએ રાજપીપળાના ગાંધીચોક ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યું હતું. આ હાઈવેમાં ૧૦૦થી વધુ ખેડૂતોની ૧૦૦૦ એકરથી વધુ કિંમતી જમીન સંપાદિત થઈ રહી છે, જેની સામે સરકાર માત્ર ૩ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ જેટલું મામૂલી વળતર આપી રહી છે, જ્યારે સ્થાનિક બજાર ભાવ ૧૦૦૦થી ૩૦૦૦ રૂપિયા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર સૌરાષ્ટ્રમાં બજાર કિંમત કરતાં બમણું વળતર આપે છે, જ્યારે આદિવાસી વિસ્તારમાં અન્યાય કરી રહી છે. આ હાઈવેના કારણે શ્રીરામ હેરિટેજ સોસાયટી પણ પ્રભાવિત થતાં રહીશો ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે. ખેડૂતોએ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારીને લેખિત રજૂઆત કરી હાઈવે રદ કરવા અથવા યોગ્ય વળતર આપવા માગ કરી છે,  

App Store