VIDEO: બોર્ડના પરિણામમાં નર્મદા જિલ્લો રાજ્યમાં અવ્વલ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા
સોર્સ : gstv
નર્મદા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં બીજા ક્રમે રહેતો નર્મદા જિલ્લો આ વર્ષે પ્રથમ સ્થાને આવી રેકોર્ડ સર્જ્યો છે. ખાસ કરીને રાજપીપળાની નવદુર્ગા હાઇસ્કૂલે સતત સાતમા વર્ષે બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ જાળવી રાખતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા.
જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ 99.75થી વધુ PR મેળવી રાજ્યના ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સફળતાનો શ્રેય વડાપ્રધાનના માર્ગદર્શન, શિક્ષકોની મહેનત અને પ્રોત્સાહક શૈક્ષણિક પદ્ધતિને આપ્યો હતો. મીઠું મોઢું કરાવી સૌએ આ જીતને વધાવી હતી.

