VIDEO: સાગબારા જંગલ જમીન વિવાદમાં સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ
સોર્સ : gstv
નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો ટકરાવ યથાવત રહેતા મામલો ફરી ગરમાયો છે. સાગબારા જંગલ જમીન વિવાદમાં ફરી ઘર્ષણ થતાં સાંસદ મનસુખ વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગે ખેતી કરવા ગયેલા આદિવાસીઓને અટકાવ્યા હતા, જેને લઈને સ્થિતિ તંગ બની હતી. મનસુખ વસાવાએ વન વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી વનમંત્રી અર્જુન મોઢવાડિયાના આદેશ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ આદિવાસીઓના પારણા કરાવવામાં આવે છે અને બીજી તરફ તેમની સામે કાર્યવાહી થાય છે.

