VIDEO: સાગબારાના નાલ ગામે ખેડાણ બાબતે વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચે પુનઃ બબાલ
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા જંગલના ધરણાં ભલે સત્તાવાર રીતે પૂરા થયા હોય, પરંતુ નાલ ગામના લોકો ખેડાણ કરવા જતાં વન વિભાગ સાથે ફરી ગંભીર ઘર્ષણ સર્જાયું છે. વન મંત્રી દ્વારા પેન્ડિંગ દાવા અરજીઓ અંગે 90 દિવસમાં સનદ મળવાની ખાતરી આપીને માત્ર પારણા કરાવ્યા હોવાથી સ્થાનિક આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે….આદિવાસીઓના હક-અધિકારોના પ્રશ્ને હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ખેડૂતો ખેડાણ કરવા પહોંચતા જ સર્જાયેલી આ બબાલ બાદ હવે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસવાની ચિંતા સ્થાનિક રહીશો સતાવી રહી છે.

