VIDEO: સાંસદ મનસુખ વસાવા ખેડૂત આગેવાનોની મુલાકાતે, જંગલ જમીન મુદ્દે ભાજપ ધારાસભ્યને કરી આ અપીલ
નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા જંગલ જમીનના મુદ્દે ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી.
મુલાકાત દરમિયાન બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદન અંગે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો. તેમણે જંગલ જમીનના મુદ્દે ખેડૂતોના હિત અને વન અધિકારના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને પોતાનું વલણ રજૂ કર્યું હતું. વસાવાએ જણાવ્યું હતું કે સાગબારા અને ઉમરપાડા બંને તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન સંવેદનશીલ છે અને આ મુદ્દાનો ઉકેલ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આવવો જોઈએ.
ખેડૂતોને જમીનના હક માટે સહકાર આપો
સાથે જ તેમણે ધારાસભ્ય ગણપત વસાવાને પણ અપીલ કરી હતી કે સાગબારા અને ઉમરપાડા બંને તાલુકાના ખેડૂતોને જમીનના હક મળે તે માટે સહકાર આપે અને ખેડૂતોના પ્રશ્નના ઉકેલ માટે સાથે મળીને પ્રયાસ કરવામાં આવે. જંગલ જમીનના હકનો આ મુદ્દો હવે માત્ર સ્થાનિક ખેડૂતો પૂરતો સીમિત ન રહેતા રાજકીય નેતાઓના નિવેદનોને કારણે પણ ચર્ચામાં આવ્યો છે.

