VIDEO: બીજેપી સાંસદ મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાને આડે હાથ લીધા
સોર્સ : gstv
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલાને આડે હાથ લીધા છે. શંકરસિંહ વાઘેલાએ મેલું ઉપાડવા અંગે આપેલા વિવાદિત નિવેદન પર પલટવાર કરતા તેમણે જણાવ્યું કે, બાપુએ જે કહ્યું છે તેવું હવે બનતું જ નથી. હાલ દરેક જગ્યાએ ભૂગર્ભ ગટર યોજના ઉપલબ્ધ હોવાથી મેલું ઉપાડવાની વાત જ આવતી નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે શંકરસિંહ વાઘેલા રાજકારણમાંથી ફેંકાઈ ગયા છે અને તેઓ ભીલીસ્થાન કે ભીલપ્રદેશને સમર્થન આપી રહ્યા છે, જે બિલકુલ યોગ્ય નથી. મનસુખ વસાવાએ વાઘેલાના આ વલણ અને નિવેદનોની સખત શબ્દોમાં ટીકા કરી છે.

