VIDEO: જંગલ જમીન મુદ્દે ૧૨ ગામના લોકોના આંદોલનના ૨૨મા દિવસે સાંસદ મનસુખ વસાવા સમર્થનમાં આવ્યા
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી, હલ અને ગામ પાડી સહિત સમગ્ર ૧૨ ગામના ખેડૂતોનો જંગલ જમીનના અધિકારોને લઈને વિરોધ પ્રદર્શન સતત ઔગ્ર બની રહ્યો છે. આજે આ આંદોલન ૨૨મા દિવસમાં પ્રવેશ્યું છે, જ્યાં મહિલા આગેવાન લીલાબેન વસાવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં પર બેઠા છે. આ મહત્વપૂર્ણ લડતમાં સ્થાનિક લોકોનો અવાજ બુલંદ કરવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધરણાં સ્થળે પહોંચી ખેડૂતોના ન્યાયી હકો માટે સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. જમીન અધિકારની આ લડત હવે આદિવાસી સમાજના અસ્તિત્વ અને આજીવિકા માટે એક મોટો મુદ્દો બની ગઈ છે.

