VIDEO: જંગલેશ્વર ડીમોલેશન કૌભાંડ: 55 દિવસ પછી પણ તંત્રનું નાટક ચાલુ
સોર્સ : gstv
રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર ડીમોલેશન બિલ કૌભાંડમાં 55 દિવસથી વધુ સમય વિતવા છતાં તપાસ ઠેરની ઠેર રહી છે. તપાસ સમિતિની રચના તો થઈ પણ હજુ સુધી ત્રીજા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી નથી. અધ્યક્ષ વગર ચાલતી સમિતિને લઈને RMCની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા ભીનું સંકેલવાનો અને દોષિત અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો સાથે હવે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની કાર્યવાહી પર સૌની નજર છે.

