Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Huge uproar in Rajkot Municipal Board on the issue of Jangaleshwar demolition cost

VIDEO: રાજકોટ મનપા બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે ભારે હોબાળો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ અને આજી રિવરફ્રન્ટના મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના નગરસેવક મકબૂલ દાઉદનીએ આક્ષેપ કર્યો હતો કે આજી રિવરફ્રન્ટ પાછળ થયેલો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે અને અધિકારીઓએ બોર્ડને ગેરમાર્ગે દોરી ખોટા જવાબો આપ્યા છે.બીજી તરફ, નગરસેવક દીપ્તિબેન સોલંકીએ ડિમોલિશન દરમિયાન થયેલા વાહન ભાડા, મંડપ અને કાજુકતરી જેવા બિનજરૂરી ખર્ચાઓ સામે સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચ ફગાવ્યો હોવા છતાં તેનો બોજ કોણ ભોગવશે તે પ્રશ્ન સાથે કોંગ્રેસે આ મુદ્દે ઉગ્ર લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News