VIDEO: સાગબારાના જંગલ જમીન આંદોલનનો ચોથો દિવસ: લીલાબેન વસાવાના ઉપવાસ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે મુલાકાત લીધી
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન ખેડાણ આંદોલનનો આજે ચોથો દિવસ છે. સ્થાનિક મહિલા લીલાબેન વસાવા છેલ્લા ચાર દિવસથી અન્ન ત્યાગ કરી આમરણાંત ઉપવાસ પર બેઠા છે…..નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાંસદ મનસુખભાઈ વસાવા આ અંગે મુખ્યમંત્રીને મળ્યા છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ૧૫ ઓગસ્ટે ફરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સરકાર આ વિવાદનો સકારાત્મક ઉકેલ લાવશે તેવો આશાવાદ ધારાસભ્યએ વ્યક્ત કર્યો છે.

