Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Case of plowing forest land in Khopi village of Sagbara, BJP MP supports tribal farmers

VIDEO: સાગબારાના ખોપી ગામે જંગલ જમીનના ખેડાણનો મામલો, ભાજપ સાંસદનું આદિવાસી ખેડૂતોને સમર્થન

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના ખેડાણ મુદ્દે ૧૦થી ૧૨ ગામના ખેડૂતો સાથે સાંસદ મનસુખ વસાવાએ બેઠક યોજી હતી. તેમજ ખેડૂતો દ્વારા ચલાવવામા આવતી લડતને લઈને સમર્થન જાહેર કર્યું છે. બેઠકમાં તેમણે કાયદાકીય માર્ગદર્શન આપતા વન વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ ટાળવા અને મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગે શાંતિપૂર્ણ લડત ચલાવવા અપીલ કરી હતી.

App Store

સાંસદે ખેડૂતોને કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી અને જરૂર પડ્યે જેલમાં જવાની તૈયારી પણ બતાવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ પણ અહિંસક આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે.