Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Chief Minister Bhupendra Patel salutes Narmada Maiya as Sardar Sarovar Dam is filled to the brim

VIDEO: સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના વધામણાં કર્યા

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ૧૩૮.૭૭ મીટરની સપાટીએ પૂરેપૂરો ભરાઈ જતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા જળના વધામણા કર્યા છે...સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચ્યા હતા.જ્યાંશાસ્ત્રોક્ત વિધિથી નર્મદાના નવા જળના વધામણાં કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ  કહ્યું કે, અલ નીનો અને વરસાદની ખેંચ છતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. જોકે મધ્યપ્રદેશ તરફથી મળતા જળ હિસ્સામાં આ વર્ષે લગભગ દોઢ MAFT  જેટલી ઘટ નોંધાઈને કુલ આઠ MAFT પાણી જ મળ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે સમગ્ર વર્ષ દરમિયાન પાણીની અછત ન સર્જાય તે માટે પ્રજાજનો અને ખેડૂતોને પાણીનો ટીપે-ટીપું સદુપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાતવાળા પાક લેવા અને સુચારુ આયોજન સાથે આગળ વધવા માટે અનુરોધ કર્યો છે.

App Store