VIDEO: અભિનેતા રણદીપ હુડાએ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: પરિવાર સાથે દેશના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલને અર્પી શ્રદ્ધાંજલિ
સોર્સ : gstv
નર્મદાના એકતાનગરમાં આયોજિત ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પધારેલા અભિનેતા રણદીપ હુડાએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.... તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને દેશના એકીકરણ માટેના તેમના યોગદાનને યાદ કર્યાં. આ મુલાકાત દરમિયાન તેમની સાથે તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હુડાએ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી અને આસપાસની ગિરિમાળાઓના પ્રાકૃતિક દૃશ્યો નિહાળ્યા હતા.

