Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 'BJP leaders are not bigger than Gandhiji, Sardar Patel and Tagore' Khedawala

VIDEO: 'ભાજપના નેતાઓ ગાંધીજી, સરદાર પટેલ અને ટાગોરથી મોટા નથી' વંદે માતરમ્ ગાવા મુદ્દે ખેડાવાલાએ સરકાર પર કર્યા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વંદે માતરમના મુદ્દે કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, “વંદે માતરમનું ગાન ચાલુ હતું ત્યારે હું ઉભો હતો. 1937માં મહાત્મા ગાંધી સહિતના આગેવાનોએ આમુખમાં જે નિર્ણય કર્યો હતો, તેનું હું સન્માન કરું છું.”

App Store

ઈમરાન ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ મને ફરજ પાડી શકે નહીં કે વંદે માતરમના પૂર્ણ પઠન દરમિયાન મારે ઉભા રહેવું જ પડે. ભાજપના દેશપ્રેમના સર્ટિફિકેટની મને જરૂર નથી. ભાજપ પાસે કોઈ મુદ્દા નથી, તેથી વંદે માતરમના મુદ્દાને ચગાવવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, “હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો નથી, પરંતુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. આમુખમાં જે રાષ્ટ્રગાનને મંજૂરી આપવામાં આવી હતી, તેનું હું સન્માન કરું છું. આ મારું વ્યક્તિગત સ્ટેન્ડ છે અને મારો પ્રેમ મારા દેશ સાથે છે.”

ઈમરાન ખેડાવાલાએ સ્પષ્ટતા કરી કે આ મુદ્દાને ધર્મ સાથે જોડવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, “આ ધર્મ સાથે જોડાયેલો મુદ્દો નથી. હું બંધારણ સાથે જોડાયેલો છું.” વંદે માતરમને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ખેડાવાલાના આ નિવેદનથી ફરી રાજકીય ચર્ચા તેજ થઈ છે.