VIDEO: ભાજપના ગઢમાં ગાબડું: તિલકવાડા APMC ચૂંટણીમાં કોંગ્રેસ પેનલ બિનહરીફ વિજેતા
સોર્સ : gstv
નર્મદા જિલ્લા ની તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે. અહીં કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ ૧૦ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ભાજપે તિલકવાડા તાલુકા પંચાયત જીતી હોવા છતાં, તેના જ ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. નર્મદા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતો ગુમાવ્યા બાદ હવે APMCમાં પણ ભાજપની પીછેહઠ જોવા મળી છે. ચૂંટણીમાં ભાજપ દ્વારા એક પણ ઉમેદવાર ઊભો ન રાખવામાં આવતાં સ્થાનિક રાજકારણમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. આ જીતથી સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે.

