VIDEO: સાગબારા જંગલ જમીન ધરણાનો 11મો દિવસ, મહેશ વસાવાનું સમર્થન
સોર્સ : gstv
સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક-અધિકારના મુદ્દે ખેડૂતોનું ધરણા આંદોલન આજે 11મા દિવસે પણ યથાવત રહ્યું છે.દરમિયાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ધરણા સ્થળે પહોંચ્યા હતા અને આંદોલનકારી ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોએ જંગલ જમીનના હક અને ખેડાણને લઈને પોતાની સમસ્યાઓ રજૂ કરતાં મહેશ વસાવાએ તેમની માંગણીઓને સમર્થન આપ્યું હતું. છેલ્લા 11 દિવસથી ખેડૂતો અહિંસક રીતે ધરણું કરી રહ્યા છે ત્યારે મહેશ વસાવાની મુલાકાતથી આંદોલનને રાજકીય સમર્થન મળ્યું છે. હવે સરકાર ખેડૂતોના જંગલ જમીન સંબંધિત પ્રશ્નોના કાયમી ઉકેલ માટે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

