VIDEO: મોરબી જિલ્લાના હળવદ હાઇવે રોડ ઉપરથી આપના બે નેતા દારૂ સાથે ઝડપાયા
સોર્સ : gstv
રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનો ધીમે ધીમે માહોલ બની રહ્યો છે, નેતાઓ વિવિધ વોર્ડમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે. વિવિધ જિલ્લામાં મતદારોનો રોષનો પણ નેતાઓ સામનો કરી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ હાઇવે રોડ ઉપરથી આપના બે નેતા દારૂ સાથે ઝડપાયા છે.
આપના બંને નેતા પાસેથી હળવદ પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત 3.22 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો
મોરબી જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના પ્રભારી હિતેશભાઈ વરમોરા અને દિલ્હીના નેતા વિકાસકુમાર વિજયકુમાર દારૂ સાથે ઝડપાયા છે. હળવદના હાઈવે ઉપર કારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. તો બીજી તરફ આપના બંને નેતા પાસેથી હળવદ પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત 3.22 લાખના મુદ્દા માલ કબજે કર્યો હતો.

