VIDEO: મોરબીના સીરામીક ઉદ્યોગકારો ગેસ કંપનીની ઓફિસે પહોંચ્યા, ભાવ ઘટાડવા મુદ્દે કરી રજૂઆત
સોર્સ : GSTV
મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ ગેસના આકરા ભાવ વધારા સામે ગુજરાત ગેસ કંપનીની ઓફિસે એકઠા થઈ આવેદનપત્ર પાઠવ્યું છે. યુદ્ધની સ્થિતિ બાદ ભાવ વધતા અનેક ફેક્ટરીઓ બંધ થઈ હતી. હાલ મે મહિના માટે ગેસનો ભાવ 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર નક્કી કરાયો છે, જે ફેક્ટરીઓ બંધ કરી ત્યારે 45 રૂપિયા આસપાસ હતો. સિઝફાયર બાદ ક્રૂડના ભાવ ઘટવાની શક્યતાને જોતા એસોસિએશને ગેસનો ભાવ 65 રૂપિયાની આસપાસ રાખવા રજૂઆત કરી છે, જેથી સીરામીક ઉદ્યોગ ફરી વેગવંતો બની શકે.

