Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Video/ Huge uproar at AAP's Parivartan Sabha in Morbi: Co-in-charge detained

Video/ મોરબીમાં 'આપ'ની પરિવર્તન સભામાં ભારે હોબાળો: ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો વચ્ચે સહ-પ્રભારીની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'પરિવર્તન સભા' ચર્ચાનું કેન્દ્ર બની હતી. એકતરફ પક્ષના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા, તો બીજી તરફ જૂના વિવાદિત નિવેદનોને લઈને સભામાં ભારે હોબાળો મચ્યો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને 'આપ'ના સહ-પ્રભારી હિતુભા રાઠોડની અટકાયત કરવામાં આવી હતી.

App Store

નિવેદનોના મામલે હોબાળો અને પોલીસ કાર્યવાહી

સભા દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના વિવાદિત નિવેદનોનો મુદ્દો ઉછળ્યો. પોલીસને 'ટોમી' તરીકે સંબોધવા અને 'કમરના પટ્ટા ગળામાં પહેરાવશું' જેવા નિવેદનોને લઈને કાર્યકરો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ હોબાળાને પગલે પોલીસે આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી હિતુભા રાઠોડને ડિટેન કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાના ભાજપ સરકાર પર પ્રહારો

હોબાળા વચ્ચે ગોપાલ ઇટાલિયાએ મંચ પરથી ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. 

ધારાસભ્યોની લાચારી: ઇટાલિયાએ દાવો કર્યો કે ભાજપના જ 20 થી વધુ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવી પડે છે, જે સાબિત કરે છે કે અધિકારીઓ પાસે ધારાસભ્યોનું કંઈ ઉપજતું નથી. તેમણે અરવિંદ લાડાણી, કુમાર કાનાણી અને કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યોના નામ લઈને સરકારને ઘેરી હતી.

હાર્દિક પટેલ પર કટાક્ષ: તેમણે હાર્દિક પટેલના આંદોલન અને હડતાળના નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું.

મોરબીના પ્રશ્નો: મોરબીમાં ગેસ અને કોલગેસના ગંભીર પ્રશ્નો હોવા છતાં જનતાની વાત સાંભળનાર કોઈ નથી તેવો આક્ષેપ કર્યો હતો.

સિરામિક ઉદ્યોગ અને GST: તેમણે આક્ષેપ કર્યો કે સિરામિક ઉદ્યોગમાંથી GST વિભાગ લાખોનો હપ્તો લઈ જાય છે. જો 5 હજાર વીઘામાં સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એરિયા બને તો લોકો વધુ પગભર થઈ શકે.

પાયલ ખોટીના કેસનો ઉલ્લેખ

અમરેલીની પાયલ ખોટીના કેસનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ જણાવ્યું કે, ખોટી ફરિયાદ દાખલ કરી જાહેરમાં સરઘસ કાઢી તમાશો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ચોપડામાંથી નામ કાઢી નાખવામાં આવ્યું, જે અન્યાય છે.

મોટી સંખ્યામાં જનમેદની

રવાપર રોડ પર યોજાયેલી આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હોબાળાને કારણે સભા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.