VIDEO/ મોરબીમાં અદાણી વીજલાઈન વિવાદ: અટકાયત વેળાએ ખેડૂત અને મહિલાની તબિયત લથડી
સોર્સ : gstv
મોરબીના જેતપરમાં વીજલાઈઈનના કામમાં વળતર અને કંપનીની મનમાની મુદ્દે ફરી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. અગાઉ કંપનીએ ભૂલથી બીજી જગ્યાએ ખાડો ખોદી દેવાયા બે દિવસ વિવાદ ચાલ્યો હતો. તો ફરીથી ખેડૂતોએ કામ અટકાવતા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો.
મહિલાઓ સહિત ખેડૂતોની અટકાયત થતા નારાજ ખેડૂતો પ્રશાસન વિરુદ્ધ નારા લગાવ્યાં. સાથે જ જેતપરનો હાઈવે ચક્કજામ કરી વિરોધ નોંધાવ્યો..અટકાયત સમયે એક ખેડૂત અને એક મહિલાની તબિયત પણ બગડી હતી..જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં..આટલું ઘર્ષણ અને વિરોધ વચ્ચે રાજ્યમંત્રી કાન્તિ અમૃતિયા પોતાના જ ગામની ઘટના પર મૌન ધારણ કરતા ખેડૂતો વધારે રોષે ભરાયા છે..

